શ્રી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ - વાપી

        શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ વાપી ની સ્થાપના વર્ષ 1987 માં કરવામાં આવી જેમાં શ્રી રતનશી ત્રીકમદાસ ફુલીયા કચ્છ ગામ ભાચુંડા વાળા ની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી. હાલ માં આપણી ચણોદ કોલોની ખાતે જે વાડી છે તેના ભૂમિ તથા મકાન નાં મુખ્ય દાતા શ્રી બાબુભાઇ કરસનદાસ ગોરી પરિવાર તથા સહયોગી દાતા શ્રી પ્રેમજીભાઈ સુંદરજી ભાઈ હેમાણી શ્રી રતનશી ત્રીકમદાસ ફુલીયા શ્રી મીઠુભાઇ ગાંગજીભાઈ ગોરી તથા શ્રી નારાણજી જેરામભાઈ દામા અને પદમાબેન પરસોત્તમ ભદ્રા પરિવાર હતા. તા 28/06/1987 ને આષાઢી બીજ કચ્છી નવ વર્ષ નાં દિવસે સેવા સમાજ નાં તત્કાલીન પ્રમુખ શ્રી લાલજીભાઈ વૈકુંઠ ભાઈ માવ તથા બીજા પાંચ કારોબારી સભ્ય વાપી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અને સેવા સમાજ નાં પ્રમુખ શ્રી લાલજીભાઈ વૈકુંઠ ભાઈ માવ ની પ્રેરણા થી વાપી માં આષાઢી બીજ નવ વર્ષ 1987 થી 2023 સુધી ભારે હર્ષોલ્લાશ થી ઉજવવા માં આવે છે. શ્રી ભાનુશાલી મિત્ર મંડળ ની વાપી માં સ્થાપના થઇ તે સમયે ભાનુશાલી પરિવાર ની સંખ્યા ફક્ત 36 ઘરો ની હતી. તે સમયે ઉમરગામ, સરીગામ ભીલાડ દમણ સેલવાસ સૌ વાપી મિત્ર મંડળ નાં ભાગ હતા જે સમયાંતરે વાપી મિત્ર મંડળ માંથી છુટ્ટા પડ્યા હતા.જે આજે વાપી મિત્ર મંડળ નાં સહયોગી મંડળ બની ને સહયોગ કરી રહ્યા છે.

        શ્રી ભાનુશાલી મિત્ર મંડળ વાપી નાં પ્રથમ પ્રમુખ શ્રી રતનશી ત્રીકમદાસ ફુલીયા એ 24 વર્ષ સુધી મંડળ નું પ્રમુખ પદ સોભાવ્યું જેમાં તેમના કાર્યકાલ માં વર્ષ 1995 થી સમુહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું જેની સતત 24 વર્ષ સુધી દર વર્ષે વસંત પંચમીના પાવન દિવસે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. તા 20/12/2000 ના રોજ વાપી મિત્ર મંડળ નું ટ્રસ્ટ માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું જે હાલ શ્રી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપી ના નામ થી રજિસ્ટર્ડ છે. જેમાં ટ્રસ્ટી તરીકે શ્રી રતનશી ત્રીકમદાસ ફુલીયા ગામ ભાચુંડા શ્રી બાબુભાઇ કરસનદાસ ગોરી ગામ બાલાપર શ્રી પ્રેમજી સુંદરજી હેમાણી ગામ જખૌ શ્રી વસંત ભાઈ ભાણજીભાઇ દામા ગામ જખૌ અને શ્રી પ્રેમજીભાઈ કરસનદાસ મંગે ગામ ભારાપર ( ધૂફી ) ની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી.

        ભાનુશાલી વાડી ની મુખ્ય ભૂમિ સાથે લાગુ બીજા 3 પ્લોટ ની સમયાંતરે ખરીદી કરવામાં આવી. સમાજ ઉત્કર્ષના વિવિધ કાર્યો જેવા કે શિક્ષણ સેમિનાર થેલેસેમિયા ચેક અપ અને રક્તદાન કેમ્પ. મેડિકલ ચેક અપ કેમ્પ નું દર વર્ષે સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું.

         વર્ષ 2011 માં શ્રી રતનશી ભાઈ ફુલીયા ને માનભેર પ્રમુખ પદે થી વિદાય આપવામાં આવી અને શ્રી બાબુભાઇ કરસનદાસ ગોરી ની સર્વાનુમતે પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી. એમના કાર્યકાલ માં ડુંગરા ખાતે વાડી ના પ્લોટ ની ખરીદી કરવામાં આવી.

         ત્યાર બાદ શ્રી પ્રેમજી સુંદરજી હેમાણી ની વર્ષ 2015 માં પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી. એમના કાર્યકાલ માં ભાનુશાલી વાડી નું આધુનિકરણ કરવામાં આવ્યું જેમાં રહેવા માટે રૂમ ની વ્યવસ્થા અને માંગલિક પ્રસંગો માટે એર કન્ડિશન સભાગૃહ બનવવામાં આવ્યું.

         કોરોના ના કપરા કાળ માં ભાનુશાલી વાડી ખાતે કોરોના સેન્ટર ઉભું કરવામાં આવ્યું જેમાં ઘણા દર્દી ઓએ ખુબ જ નજીવી કિંમતે સારવાર મેળવી કારોના ને માત આપી હતી.

         ત્યારબાદ વર્ષ 2022 માં શ્રી અરવિંદભાઈ દેવજી ભાઈ નાખુઆ કચ્છ ગામ ઐડા ની સર્વાનુમતે પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી. એમના કાર્યકાલ માં ચણોદ કોલોની વાડી ખાતે ભવ્ય ઓધવધામ બાપા ઓધવરામ ના મંદિર નું કાર્ય પુરજોશ માં ચાલુ છે. તથા નવી વાડી માટે નામધા ગામ ખાતે પ્લોટ ની ખરીદી કરવામાં આવી.